મહા વદ ચૌદશ એટલે મહાશિવરાત્રીનું વ્રત માનવને શિવ બનવાની પ્રેરણા આપે છે. મહાશિવરાત્રી વ્રતનું પાલન જાગૃતતા પૂર્વક કરવામાં આવે તો એક જ રાતમાં માણસ શિવત્વને પામી શકે છે. શિવરાત્રીના દિવસે એક પારધી ના થયેલા હ્રદય પરિવર્તનની કથા મુજબ હરનાઓના વચન પર વિશ્વાસ રાખી તે તેમણે બાળકોને મળવા જવાની રજા આપે છે.હરણાઓની રાહ જોતો શિકારી આખી રાત બીલીના વૃક્ષ પર બેસી રહે છે .
આખા દિવસનો ઉપવાસ રાતભરના જાગરણ કરી બીલીપત્ર તોડી તોડીને નીચે નાખતા જવાથી વ્રુક્ષ નીચે રહેલા શિવલિંગનો અનાયાસે થયેલા પૂજાન.સાથે મહા વદ ચૌદશની રાત્રી હોવાથી તે જીવને શિવ સાથે ની પ્રેરણા મળી અને તેનું જીવન પરિવર્તન થાય છે. અને સવાર પડતા જ હરણાઓ સહકુટુંબ સાથે પાછા આવેલા જોઈને તેનું હૃદય પીગળી જાય છે હરણા વચનપાલન અને વાત્સલ્યથી હૃદય દ્રવિત કરે છે.અને હરણાઓ ને સહીસલામત પાછા ઘરે જવાની રજા આપે છે. આ રીતે મહાશિવરાત્રીના દિવસે પારધી નું હૃદય પરિવર્તન થાય છે માટે આ જીવને શિવ થઈને શિવની ઉપાસના કરવી જોઈએ ભગવાન શિવ શંકર એ જ્ઞાનના દેવતા છે.તેમના મસ્તકમાંથી સતત જ્ઞાન ગંગા વહતી રહે છે શિવજીએ ત્રિલોચન છે. દિગંબર છે. ભગવાન શિવના હાથમાં રહેલું ત્રિશુલ સજ્જનોને આશ્વસ્ત અને દુર્જનોને ભયગ્રસ્ત બનાવે છે. સજ્જનોનું રક્ષણ માટે શિવ સદા જાગ્રત છે. અને દુર્જનોને હનવા માટે તેઓ સદા કટિબદ્ધ છે. દુર્જનોની લુચ્ચાઈ ને એવું તરત જાણી જાય છે. જગતમાં રહેલા ભક્તોનું તેઓ દુષ્ટોથી રક્ષણ કરે છે.
ભગવાન શિવનું કલ્યાણકારી કાર્ય કરવા ઈચ્છતા વ્યક્તિ એ આજના સમયમમા સતત કડવા ઝહેરના ઘુંટ પીવાની હીંમત રાખવી પળતી હોય છે. ભગવાન શિવ મંદિર મા પ્રવેશ દ્વારે કાચબાને અને નંદીને નમસ્કાર કરવાના હોય છે. એવા ભગવાન શિવ શંકર ના મસ્તક માથી જ્ઞાનની ગંગા વહે છે સાદાઈ એજ જેનો શણગાર અને વિભુતી ને વૈભવ સમજે છે તેમજ કલ્યાણ અને જ્ઞાનના જે મુર્તી સ્વરૂપ ભગવાન શિવજી ને અનંત નમસ્કાર…