હળવદમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન નહિ પરંતુ અસાધ્ય રોગ જેવી સાબિત થઈ રહી છે જેને કાબુમાં લાવવામાં તંત્રનો પાન્નો ટૂંકો પડતો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આજે ભરબજારમાં કોઇ વ્યક્તિએ રોડ પર વચ્ચોવચ ગાડી પાર્ક કરતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા પોલીસની ગાડી પણ આ ટ્રાફિકમાં સલવાઈ હતી.
હળવદમાં ટ્રાફિકના નિયમોની એક બે આ એ સાડા ત્રણ કરીને બજારમાં આડેધડ પાર્કિંગ કરાતા તત્વોને લીધે ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વકરી રહી છે. તેવા સંજોગો વચ્ચે આજે કોઈ વ્યક્તિએ રોડ પર ગાડી પાર્ક કરતા ટ્રાફિક જામના થયો હતો જેથી રોડ પર વાહનોના થપ્પા લાગ્યા હતા. હળવદ રેલવે સ્ટેશન રોડ પર ટ્રાફિક જામ સર્જાતા ખુદ પોલીસની ગાડી પણ તેમાં અટવાઈ હતી અનેક વખત સાઈરન વગાડવા છતાં ટ્રાફીક હળવો ન થતા કારની હવા ખુદ પોલીસે કાઢી નાખી હતી. શહેરમાં તાત્કાલિક ધોરણે ટ્રાફિક સમસ્યા દૂર કરવામાં આવે તેવી લોકમાં માંગ ઉઠી છે.