Saturday, April 27, 2024
HomeGujaratમોરબીમાં જુદી જુદી જગ્યાએ ત્રણ વેપારીઓ બન્યા બુટલેગર !!

મોરબીમાં જુદી જુદી જગ્યાએ ત્રણ વેપારીઓ બન્યા બુટલેગર !!

મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી જેમ ધંધામાં મંદી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે અને વેપારીઓ પણ દારૂ બિયરનો વેપલો કરી છૂટક વેચાણ ચાલુ કરી બુટલેગરો બનવાનો ચસકો લાગ્યો હોય તેવું જણાઈ રહ્યું છે .

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા પોલીસ પીઆઇ વિરલ પટેલની ટીમે ગઈકાલે બાતમીના આધારે લક્ષ્મીનગર ગામની સીમ નજીક રાધેશ્યામ પ્લાઝાની બાજુમાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૦૯ કિં.રૂ. ૫૦૮૦ તથા બિયર ટીન નંગ-૧૫ કીરૂ ૧૫૦૦ એમ કુલ કીરૂ ૬૫૮૦ નો સાથે વેપારી આરોપી ભગીરથભાઈ મેગારામભાઈ શિયાગ ઉવ-૩૦ ધંધો વેપાર રહે. લક્ષ્મીનગર ગામ ની સીમ શ્રી બાલાજી હોટેલ કંડલા હાઈવે તા-જી મોરબી મુળરહે. દેવળા તા ચિતલવાના જી. ઝાલોદ-રાજસ્થાન)ને ઝડપી ગુનો દાખલ કરી આ માલ ક્યાંથી લઈ આવ્યો હતો તેની તપાસ હાથ ધરી છે.

જ્યારે બીજા દરોડામાં મોરબી શહેર એ ડીવીઝન પોલીસની ટીમે દરોડો પાડી વેપારી કમ બુટલેગર ના ગુનામાં મોરબીનાલાતીપ્લોટ વિસ્તારની દુકાનમાંથી દારૂ-બિયર સાથે બે વેપારીઓની ધરપકડ કરી છે જેમાં મોરબી લાતીપ્લોટ શેરીનં.૭ મા આરોપીઓની ભાડાની દુકાનમા દારૂ-બિયરનો વેપાર કરતા હોવાની માહિતી શહેરના એ ડિવીઝન પોલીસને મળતા દુકાનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ મેકડોવેલ્સ નં.૧ સુપરીયર વ્હીસ્કી ની બોટલો નંગ-૧૯ તથા ઓલ સીઝન રીઝર્વ વ્હીસ્કી કંપની શીલબંધ બોટલ નંગ-૨૭ તથા વ્હાઇટ ઓવલ સ્પીકે સ્ટ્રોગ બિયર ટીન નંગ-૨૪ મળી કુલ રૂ.૧૭૬૨૫ મુદામાલ સાથે વેપારી આરોપીઓ સુનિલભાઇ મહેન્દ્રભાઇ દેવાણી (ઉ.વ.૨૭ રહે.મોરબી માધાપર શેરીનં.૧૨) તથા રાજેશભાઇ છગનભાઇ વિડજા (ઉ.વ.૩૯ રહે.મોરબી પંચાસર રોડ શ્યામપાર્ક પાછળ શીવમમ પાર્ક મુળરહે.ઘાટીલા તા.માળીયા-મી) ને ઝડપી લીધા હતા.

મોરબીમાં હાલ દારૂ બિયરના વેપાર કરતા વેપારીઓ પોલીસની ઝપટે ચડી જતા બુટલેગરોએ નવો ધંધો શોધવો પડે તેવી સ્થિતિ ઉદભવતી જોવા મળી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!