શિયાળાની ઋતુ શરુ થતાંની સાથે જ તસ્કરો ચોરી કરવા માટે એક્ટિવ થઇ ગયા છે. તેમને રોકવા માટે પોલીસે પણ એક્શનમાં આવી છે. ત્યારે મોરબીમાં વધુ એક ચોરીનો બનાવ બન્યો છે. જેમાં તસ્કરોએ કેનાલ રોડ પાસે રહેલ ઇન્ડેઝના ટાવર પાસેથી જનરેટરની ચોરી કરી હતી. જેને લઇ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, હળવદના ધનશ્યામપુર(ગોરી)માં રહેતા અશોકભાઇ પાલજીભાઇ રાઠોડનો મોરબીના લીલાપર કેનાલ રોડ બોરીયાપાટી પાસે ઇન્ડેઝના ટાવરનો વંડો આવેલ છે. જ્યાં વંડાની દિવાલનો દરવાજો ખોલી કોઈ અજાણ્યા ચોરોએ અંદર પ્રવેશ કરી ટાવર પાસે રહેલ રૂ.૨,૦૦,૦૦૦/-ના કીલોસ્કર કંપનીનાં ૧૫ કેવી.નુ જનરેટર (ડી.જી)ની ઉઠાંતરી કરી હતી. જેને લઇ અશોકભાઇ પાલજીભાઇ રાઠોડ દ્વારા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ આઇ.પી.સી. કલમ.૩૭૯,૪૪૭ મુજબ ગુનો દાખલ કરાવ્યો છે.