રાજપરિવારના મહારાણા રાજસાહેબ અને વાંકાનેરના પૂર્વ MLA, પૂર્વ કેન્દ્રીય મંત્રી દિગ્વિજયસિંહજી ઝાલાનું દુઃખદ અવસાન થયેલ છે.
વાંકાનેર રાજ પરિવારના મહારાણા અને ભારતના પ્રથમ પર્યાવરણ મંત્રી દિગ્વિજયસિંહ ઝાલા નું ગઈકાલે દુઃખદ અવસાન થયેલ છે તેમની અંતિમયાત્રા તારીખ 4/4/2021 ને રવિવાર ના રોજ બપોરે 2=00 વાગ્યે રણજીતવિલાસ પેલેસે થી નીકળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેર મહારાણા દિગ્વિજયસિંહ ઝાલા બે વખત ધારાસભ્ય (1962-67, 1967-72) તરીકે, બે વખત સાસંદ સભ્ય(1980-84, 1984-89) તરીકે અને એક વખત કેન્દ્રીય પર્યાવરણ મંત્રી તરીકે સેવા આપી ચુક્યા છે.