Wednesday, January 15, 2025
HomeGujaratહળવદની સરા ચોકડીથી સરા સુધીનો રોડ પર તુટેલા ગટરના ઢાકણાથી લોકો ત્રાહિમામ

હળવદની સરા ચોકડીથી સરા સુધીનો રોડ પર તુટેલા ગટરના ઢાકણાથી લોકો ત્રાહિમામ

હળવદની સરા ચોકડીથી સરા સુધી બનાવામા આવેલ રોડમા શહેરી વિસ્તારમાં આવતી સોસાયટીના રહિસોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રોડના ગટરના ઢાંકણા તુટેલા હોવાથી મોટો અકસ્માત સર્જાવાનો ભય પણ રહેલો છે. જેમાં રોડ વચ્ચે ગટરોના ઢાકણા તુટેલા અને રોડના લેવલ કરતા ઉચા રાખવામા આવતા લોકો અકસ્માતના ભોગ બને છે.

- Advertisement -
- Advertisement -

હળવદની સરા ચોકડીથી ધનશામપુર રોડ પર તાજેતરમા રોડ બનાવામા આવ્યો છે. જેમા શહેરી વિસ્તારમાં આવતો બે કિમી જેટલો RCC રોડ બાનાવામા આવ્યો છે. નંદનવન સોસાયટી પાસે ગટર બેસી જવાથી રોડ ઉબડ ખાબડ બન્યો છે તેમજ પતંજલિ નજીક નવો RCC રોડ ટુટીજવાથી ડામર પાથરી ભ્રષ્ટાચાર છુપાવાનો પ્રયત્ન કરવમા આવ્યો છે. પરંતુ રોડમા આવતી ગટરના ઢાંકણા ખુલ્લા તુટેલા અને રોડના લેવલ કરતા ઉચા રાખવામા આવેલા છે. રોડની વચ્ચો વચ્ચ ઉચા ઢાકણા રાહદારીયોને હાલાકી પડી રહી છે. અને લોકો અકસ્માતના ભોગ બની રહ્યા છે. સોસાયટી વિસ્તામાના લોકોમાં રોષની લાગણી ફેલાઇ છે. ગટરના ઢાકણા તુટેલા હોવાથી તેને યોગ્ય કરવામાં આવે તેવી સ્થાનિક રહિસો માંગ કરી રહ્યા છે. તેમજ ઢાકણા તાત્કાલિક લેવલ કરવામા આવે અને સાઇડમા આવતી ટુટેલી ગટર રીપેર કરવામા આવે. અને આ સમસ્યા જ્યાં સુધી દુર ન થાય ત્યા સુધી નગરપાલિકા કંમ્લિશન સર્ટ ન આપે તેવી માંગ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!