Friday, April 26, 2024
HomeGujaratટંકારા-રાજકોટ હાઈવે પર અજાણ્યાં વાહનની ઠોકરે ઘવાયેલા યુવાન જિંદગી સામેનો જંગ હાર્યો

ટંકારા-રાજકોટ હાઈવે પર અજાણ્યાં વાહનની ઠોકરે ઘવાયેલા યુવાન જિંદગી સામેનો જંગ હાર્યો

મોરબી જિલ્લામા વાહન અકસ્માતમાં ઘવાયેલા યુવાન જિંદગી સામેનો જંગ હારી ગયો હોવાનું સામે આવ્યું છે.ટંકારા રાજકોટ હાઈવે પર અજાણ્યા વાહનની ઠોકરે ટંકારાના યુવાનને ગંભીર ઇજા થઇ હતી જે જીવલેણ નિવડતા યુવાનનું મોત થયાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા રાજકોટ હાઈવે ઉપર બનેલ નવા પુલના છેડેથી ટંકારા ખાતે રહેતો વસીમ બાઈક લઈ પસાર થઇ રહ્યો હતો. આ વેળાએ કાળ બનીને આવેલા અજાણ્યાં વાહનને વસીમના એક્સેસ બાઈક નંબર GJ-36-M-2089 ને અડફેટે લેતા વસીમ જમીન પર પટકાયો હતો. અને તેને માથાના ભાગે ગંભીર ઇજા થવા પામી હતી. અકસ્માત બાદ આરોપી નાશી છૂટ્યો હતો. આ અંગે જાણ થતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.જ્યા સારવાર કારગત ન નિવડટા અઠવાડિયા ની સારવાર બાદ યુવાન મોતને ભેટ્યો હતો.

જેને લઈને મૃતક યુવાન વસીમના પિતા હાજીભાઈ અમીભાઈ ચૌધરી (ઉ.વ.૪૦ રહે.ટંકારા મોમીન વાસ) એ ટંકારા પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!