Sunday, December 29, 2024
HomeGujaratમાળીયા હળવદ હાઇવે પર પુરપાટ સ્પીડે આવતું ટ્રેઈલર પલ્ટી ખાઈ ગટરમાં ખાબકયું:...

માળીયા હળવદ હાઇવે પર પુરપાટ સ્પીડે આવતું ટ્રેઈલર પલ્ટી ખાઈ ગટરમાં ખાબકયું: ડ્રાઇવર, ક્લીનરને ઇજા

માળીયા હળવદ નેશનલ હાઈવે ઉપર આવેલ અણીયારી ટોલ નાકાથી ભોરાપીરની જગ્યા નજીક બેફામ સ્પીડે આવતો ટ્રક પલ્ટી જતા ગટરમા ખાબક્યો હતો.

- Advertisement -
- Advertisement -

અણિયારી ટોલ નાકા નજીક આવેલ ભોરાપીરની જગ્યા પાસે રોડ પર ટ્રક-ટ્રેઈલર નંબર-GJ-12-BX-4360ના ચાલક બજરંગબલીભાઈ યાદવ (રહે-હાલ સામખીયારી ગુજરાત લોજીસ્ટીક કંપનીમા)એ પુર પાટ ઝડપે વાહન ચલાવી એકદમ જોરથી ટ્રકને બ્રેક મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક પલ્ટી ખાઈ રોડની સાઈડની ગટરમા ખાબક્યો હતો. આ અકસ્માતમાં ટ્રક ચાલક અને ક્લીનરને શરીરે નાની મોટી ઇજા પહોંચી હતી આથી માળીયા મિયાણા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!