ટંકારા તાલુકાના લજાઈ ગામે આવેલ ઝૂંપડપટ્ટીમાં ઓરડીમા ઇલેક્ટ્રિક શોક લાગતા શ્રમિકનું મોત નીપજ્યું છે.આ અંગે પોલીસ મથકમાં નોંધ કરાઈ છે.
ટંકારા તાલુકાના લજાઈ ગામેં આવેલા એટોપ કારખાનાની સામે ઝુપડપટ્ટીમા ઓરડીમા પ્રદિપભાઇ બાબુભાઇ બારીયા (ઉ.વ.-૩૦) નામના આદિવાસી યુવાનને અકસ્માતે ઇલેકટ્રીક શોક લાગ્યો હતો. જેથી સારવાર અર્થે યુવાનને મોરબીની સરકરી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત થયું હોવાનું ફરજ પરના ડોકટરે જાહેર કર્યું હતું.આ અંગેની આગળની તપાસ પો.હેડ.કોન્સ એમ.પી.ચાવડા ટંકારા પોલીસને સોપતા નોધ કરાઈ છે.