Friday, December 27, 2024
HomeGujaratહળવદના ચરાડવા નજીક આદિવાસી યુવાનનું મોત નિપજાવી સળગાવી દીધાનું ખુલ્યું: આરોપીના સગળ...

હળવદના ચરાડવા નજીક આદિવાસી યુવાનનું મોત નિપજાવી સળગાવી દીધાનું ખુલ્યું: આરોપીના સગળ મેળવવા તપાસનો ધમધમાટ

હળવદ તાલુકાના ચરાડવા નજીક કેનાલમાંથી મળેલ અજાણ્યાં પુરુષના મૃતદેહ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં હત્યારાએ યુવાનને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા નિપજાવી સળગાવી મૃતદેહને કેનાલમાં ફેંકી દીધાનું ખુલ્યું છે. જેને પગલે પોલીસે હત્યારાની ભાળ મેળવવા તપાસ આદરી છે.

- Advertisement -
- Advertisement -

ચરાડવા નજીક આવેલ સમલી રોડ ઉપરની નર્મદા કેનાલના નાળાથી ગઈકાલે કેશવાભાઈ ભાવસિંગભાઈ પસાયા નામના 36 વર્ષીય આદિવાસી યુવાનનો મૃતદેહ મળ્યો હતો. પોલીસે તપાસ હાથ ધરતા કોઈ અજાણ્યા ઈશમે કોઈ પણ કારણોસર તિક્ષ્ણ હથીયારથી માથામા તથા કપાળ અને વાસામાં તિક્ષ્ણ હથીયાર વડે આડેધડ પ્રહાર કરી જીવલેણ ઈજા કરી મૃતકને સળગાવી મોતને ઘાટ ઉતારી દીધાનું સામે આવ્યું છે જેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી હત્યા પ્રકરણમાં સંડોવાયેલ શખ્સના સગળ મેળવવાની દિશામાં કર્યાવહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!