મોરબી જિલ્લામાં ટ્રક ચાલકો જાણો બેફામ બન્યા હોય તેમ એક બાદ એક અકસ્માતો સર્જી રહ્યા છે. જેમાં માળીયા મી.માં પુરપાટ ઝડપે જતા ટ્રકના ચાલકે એસ.ટી. બસ સાથે અકસ્માત સર્જ્યો હતો. જેમાં એસ.ટી બસની પાછળના કાચ તથા બમ્પરમા નુકસાન થયું હતું. બનાવને પગલે માળીયા મી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના સરખેજ, સંતોષીનગર, ઘોળકા રોડ, ભવાની ટેનામેન્ટ, મકાન નંબર-૩ ખાતે રહેતા વિનોદભાઇ વીરસંગભાઇ વલાણીયા નામના યુવકે માળીયા મીં. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગઈકાલે બપોરના સાડા બારેક વાગ્યાના અરસામા જીજે-૦૩-બીટી-૭૧૫૫ નંબરના ટ્રકના ચાલકે પોતાનું ટ્રક પુરપાટ ઝડપે ચલાવી સામખીયારી માળીયા હાઇવે રોડ ઉપર સુરજબારી પુલથી આશરે ૨ કીમી માળીયા તરફ આવી આગળ રહેલ જી.જે-૧૮-ઝેડ-૮૯૯૮ નંબરની એસ.ટી બસ સાથે અકસ્માત સર્જ્યો હતો. અને એસ.ટી બસના પાછળના કાચ તથા બમ્પરમા નુકસાન કર્યું હતું. ત્યારે બનાવને લઇ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.