Saturday, January 11, 2025
HomeGujaratટોલકર્મીઓની દાદાગીરી સામે ટ્રક ડ્રાઇવરો લાલઘૂમ:માળીયા(મી)નાં અણિયાળી ટોલનાકે ટ્રક ડ્રાઇવરને માર મારતા...

ટોલકર્મીઓની દાદાગીરી સામે ટ્રક ડ્રાઇવરો લાલઘૂમ:માળીયા(મી)નાં અણિયાળી ટોલનાકે ટ્રક ડ્રાઇવરને માર મારતા ૧૫૦ ટ્રક ચાલકોએ રસ્તા પર ટ્રક રોકી દીધા

ટોલનાકાના કર્મચારીએ ટ્રક ડ્રાઈવરને માર મારતા રોષે ભરાયેલા ટ્રક ડ્રાઇવરો એ મોડી રાત્રે ૧૫૦ કરતા વધુ ટ્રક રસ્તા પર રોકી દીધા

- Advertisement -
- Advertisement -

માળીયા મી. ના અણિયારી ટોલનાકા પર ટ્રક ડ્રાઇવરને ટોલનાકા ના કર્મચારીએ માર મારતા મામલો બીચકયો હતો જેને પગલે ત્યાંથી પસાર થતા ૧૫૦ કરતા વધુ ટ્રક ચાલકો એ પોતાના ટ્રકને ટોલનાકા પર જ રોકી ને રોષ વ્યકત કર્યો હતો અને ટોલનાકાના કર્મચારીઓ અવાર નવાર દાદાગીરી કરતા હોવાનો અને ડ્રાઇવરો ને માર મારતા હોવાનો આક્ષેપ કર્યો હતો તેમજ આટલી મોટી સંખ્યામાં ટ્રકો થોભી જતાં ત્રણ કિમી સુધી વાહનોની કતારો લાગી હતી જેને પગલે હળવદ માળીયા અને કચ્છ હાઇવે ને જોડાતાં નેશનલ હાઇવે પર વાહન વ્યવહાર હાલ ઠપ્પ થયો છે.

આ ઘટનાની જાણ માળીયા પોલીસને થતા જ માળીયા મી. પીએસઆઈ વી.જે.જેઠવા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!