મોરબીના વીશીપરામાં પંચની માતાના ચોકમાં જુગારનો પાટલો મંડાયો હોવાની પોલીસને જાણ થતા પોલીસે રેઇડ પાડી હતી જે દરમિયાન જુગાર રમતા આઠ શકુની શિષ્યોને પોલીસે ઝડપી લીધા હતાં.
જુગાર અંગેના કેસની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર પંચની માતાના ચોક ખાતેની શેરીમા ખુ્લ્લી જગ્યામાં પોલીસે બાતમી આધારે રેઇડ પાડી હતી આ દરમિયાન જુગાર રમતા કિશોરભાઇ જીવરાજભાઇ કગથરા, અનીલભાઇ ધનજીભાઇ મોરવાડીયા, રૂપેશભાઇ ધીરૂભાઇ જખવાડીયા, અનીલભાઇ ગીરધરભાઇ વરાણીયા, જયેશભાઇજેરામભાઇ વરાણીયા, રવિભાઇ વેરશીભાઇ કગથરા, અમીતભાઇ બાબુભાઇ ઝીઝવાડીયા અને શનિભાઇ ધીરૂભાઇ જખવાડીયાને રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૨૮૩૦૦ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના લાતીપ્લોટમાંથી ચાર જુગારીઓ ઝડપાયા
મોરબીના લાતીપ્લોટમાં જુગાર રમતા ચાર આરોપીઓને પોલીસે પકડી લીધા હતા જેના કબજામાંથી 15 હજારની રોકડ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.મોરબીના લાતીપ્લોટ શેરીનં.૨-૩ વચ્ચે જુગાર રમતા ઇકબાલભાઇ કાસમભાઇ પરમાર, પ્રવીણભાઇ માવજીભાઇ મકવાણા,કાસમભાઇ અહેમદભાઇ ભટી, જુસબભાઇ અલ્લારખાભાઇ ચાનીયા સંધીને ઝડપી લીધા હતા. પોલીસે તમામ જુગારીઓના કબ્જામાંથી રોકડા રૂ.૧૫૧૦૦ નો મુદામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા કલમ ૧૨ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી આગળ ધપાવી છે.