Thursday, January 2, 2025
HomeGujaratટંકારાની લજાઈ ચોકડી નજીક કાર અડફેટે રોડ ક્રોસ કરતા વૃદ્ધને ગંભીર ઇજા...

ટંકારાની લજાઈ ચોકડી નજીક કાર અડફેટે રોડ ક્રોસ કરતા વૃદ્ધને ગંભીર ઇજા સહિત જિલ્લામાં અકસ્માતના બે બનવો નોંધાયા

મોરબી પંથકમા રોડ અકસ્માતના બે બનાવો સામે આવ્યા છે જેમાં ટંકારાની લજાઈ ચોકડી નજીક કાર ચાલકે વૃદ્ધને અટફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જ્યારે મોરબીમાં બાઈક અને એક્ટીવ ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં બે વહક્તિને ઇજા થઈ હતી જોકે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી

- Advertisement -
- Advertisement -

ટંકારાની લજાઇ ચોકડી નજીક પુર પાટ વેગે આવતી સ્વીફટ કાર રજીસ્ટર નં.જીજે૦૩એફકે-૯૯૮૬ ના ચાલક બેફિકરાઇથી કાર ચલાવી રોડ ક્રોસ કરતા અમૂતલાલ ધાંજા નામના વૃદ્ધને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં આ અકસ્માતમાં ફંગોળાઇ ગયેલ વૃદ્ધને માથાના ભાગે હેમરેજ તથા કમરના ભાગે ફેકચર અને શરીરે છોલાણ સહિતની ગંભીર ઇજા પહોંચી હતી.અકસ્માતને લઈને ઇજાગ્રસ્તના પુત્ર ભાવેશભાઇ અમૂતલાલ ધાંજા (ઉ.વ- ૩૯ રહે- હડમતીયાગામ તા-ટંકારા) એ ટંકારા પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માત અંગેના વધુ એક કેસની વિગત મુજબ મોરબીના નગર દરવાજા નજીક આવેલ દિનેશ પાનની સામે રોડ પર બાઈક રજી નં.જીજે ૩૬ એએ ૯૮૬૨ના ચાલક નિલેશભાઈ અરવીદભાઈ પંડ્યા (રહે.વાવડી ગામ કબીર આશ્રમની સામે મોરબી)એ બેફામ સ્પીડે બાઈક ચલાવી એક્ટીવા બાઈક રજી નં.જીજે-૦૩-એચ.બી- ૭૧૯૩ સાથે અથડાવતા અકસ્માત સર્જાયો હતો જેમાં એક્ટીવા ચાલક દિપકભાઈ કેશવલાલ ગજરા (ઉ.વ.૪૭ ધંધો વેપાર રહે વાઘપરા શેરી નં.૧૨ મોરબી)ને બન્ને પગમા ઢીચણના નીચેના ભાગે તથા હથેળીમા સામાન્ય ઈજાઓ પહોંચી હતી.આથી તેઓએ બાઈક ચાલક નિલેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી આગળ ધપાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!