મોરબીમાં ડબલ મર્ડર કેસમાં પોલીસે વધુ બે આરોપીઓને ઝડપી તેમને કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કર્યા હતા. કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કરી આપતા પોલીસે આરોપીઓની પૂછતાછ હાથ ધરી છે.
મોરબીના ખાટકીવાસમાં ફાયરિંગ અને ડબલ મર્ડર કેસમાં પોલીસે છેલ્લા બે દિવસ દરમિયાન બન્ને પક્ષના 10 આરોપીઓને ઝડપી રિમાન્ડ મેળવ્યા બાદ પોલીસે વધુ 2 આરોપી યાસીન રજાક બકાલી અને કાદિર સલીમ બનાણીને ઝડપી લીધા હતા. બંનેને આકરી પૂછપરછ કરવા તેઓને કોર્ટમાં રજૂ કરાયાએ હતા. કોર્ટે આ બન્ને આરોપીઓના તા.28 સુધીના એટલે કે બે દિવસના રિમાન્ડ મંજુર કરી આપ્યા છે.