મળતી માહિતી મુજબ મોરબી પોલીસ અધિક્ષક એસ. આર. ઓડેદરાની સુચના તથા પોલીસ ઈન્સપેકટર વી. બી. જાડેજા તથા પોલીસ સબ ઈન્સપેકટર એન. બી. ડાભી નાં માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડમાં ફરજ બજાવતા પો. હેડ કોન્સ. જયવંતસિંહ નારણસિંહ ગોહિલ તથા પો. કોન્સ. સહદેવસિંહ જાડેજા ને મળેલી હકીકત આધારે ચારેક માસથી મારામારીનાં ગુનામાં નાસતા ફરતાં આરોપીને પકડી પાડવામાં આવ્યા છે.
આશરે ચારેક માસ પહેલા મોરબી-૨ સર્કિટ હાઉસ સામે મફતીયા પરામાં મારામારીનો બનાવ બનેલ હોય જે બાબતે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ઈ.પી.કો. કલમ ૩૨૪,૩૨૩,૫૦૪,૫૦૬(૨), ૧૧૪ મુજબનો ગુનો રજીસ્ટર થયેલ હોય જે ગુનામાં એક આરોપીની અટક થયેલ હોય અને આ ગુનામાં સંડોવાયેલા બે આરોપી છેલ્લા ચારેક માસથી નાસતા ફરતાં હોય જે બન્ને આરોપીઓ ઈરાનભાઈ હાજીભાઈ ખોડ (ઉ.વ.૨૪), શાહરૂખભાઈ હાજીભાઈ ખોડ (ઉ.વ.૧૯) રહે. મુળ બન્ને ઉમા ટાઉનશીપ પાછળ, ભીમસર, મોરબી-૨, હાલ જોન્સનગર લાતીપ્લોત-૦૭ મોરબી વાળાને ઉમા ટાઉનશીપ પાછળ ભીમસર ખાતેથી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
આ કામગીરીમાં પીઆઈ વી. બી. જાડેજા, પો.સબ.ઈન્સ. એન. બી. ડાભી એલસીબી મોરબી, પેરોલ ફર્લો સ્કવોડ એએસઆઈ હિરાભાઇ ચાવડા, પોલાભાઈ ખાંભરા, પો. હેડ કોન્સ. જયવંતસિંહ ગોહિલ, ચંદ્રકાંતભાઈ વામજા, પો. કોન્સ. સહદેવસિંહ જાડેજા, જયેશભાઈ વાઘેલા, હરેશભાઈ સરવૈયા સહિતનાઓ રોકાયેલા હતાં.