Tuesday, April 30, 2024
HomeGujaratવાંકાનેર તાલુકાના મેસરીયા ચેક પોસ્ટ ખાતેથી બોલેરોમાં દેશીદારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા

વાંકાનેર તાલુકાના મેસરીયા ચેક પોસ્ટ ખાતેથી બોલેરોમાં દેશીદારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા

મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકા પોલીસ ટીમ ગત તા.૧૪ એપ્રિલના નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં મેસરીયા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગની કામગીરીમાં હોય તે દરમિયાન એક નંબર પ્લેટ વગરની બોલેરો ત્યાંથી પસાર થતા તેને રોકી તલાસી લેતા બોલેરો પીકઅપ વાહનમાંથી પ્લાસ્ટિકના બાચકામાં ભરેલ ૪૨૦ લીટર દેશીદારૂ મળી આવ્યો હતો. આ સાથે આરોપી બોલેરો ચાલક વીજયભાઇ મોહનભાઇ મકવાણા ઉવ.૨૧ રહે.રાજપરા તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર તથા બોલેરોમાં સાથે બેસેલ આરોપી જયંતીભાઇ દેવશીભાઇ ચૌહાણ ઉવ.૩૬ રહે.ચીરોડા તા.ચોટીલા જી.સુરેન્દ્રનગરની સ્થળ ઉપરથી અટક કરી હતી. ત્યારે પોલીસે નંબર પ્લેટ વગરની બોલેરો કિ.રૂ.૩ લાખ તથા ૪૨૦ લીટર દેશીદારૂનો જથ્થો કિ.૮,૪૦૦/- સહીત કુલ રૂ.૩,૦૮,૪૦૦/-નો મુદામાલ જપ્ત કરી પડાયેલ બંને આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પ્રોહી. હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!