મળતી માહિતી મુજબ મોરબીના રંગપર ગામની સીમમાં આવેલા સીયારામ સીરામીક નજીક એક બોલેરો કારમાં ઘાસચારાની આડમાં દેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસના પીએસઆઇ એ.એ.જાડેજા અને સ્ટાફે વોચ ગોઠવી જીજે-૧૩-એડબ્લ્યુ-૨૯૦૦ નંબરની બોલરો કાર શંકાસ્પદ જણાતા અટકાવી પૂછપરછ કરી હતી અને બોલેરો કારની તલાશી લેતા ઘાસ ચારાની આડમાં છુપાવેલ દેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. અને કારમાં સવાર અમીતભાઇ નાથાભાઇ વસાણી(ઉ.વ.૨૩)અને પ્રફુલભાઇ દેવજીભાઇ વીરમગામા(ઉ.વ.૨૫)ને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા જીગ્નેશ ઉર્ફે ડાકુ કાળુભાઈ પંચાળાએ દારૂ મોકલાવ્યો હોવાનું કબૂલ કર્યું હતું. પોલીસે આરોપીઓ પાસેથી ૧૭૫૦ લીટર દેશી દેશી દારૂ(કિં.રૂ. ૩૫,૦૦૦/-), બોલેરો કાર(કિં.રૂ.૪ લાખ) અને બે મોબાઈલ ફોન (કિં.રૂ.૪૦૦૦/-) મળી કુલ રૂ. ૪.૩૯ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. આ બનાવ અંગે તાલુકા પોલીસે ત્રણેય શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
આ કામગીરીમાં એ.એસ.આઇ. નરવીરસિંહ જાડેજા, હેડ કોન્સ. નગીનદાસ નીમાવત, દિનેશભાઇ બાવળીયા, યોગીરાજસિંહ જાડેજા તથા હરેશભાઈ આગલ તથા પો.કોન્સ અમિતભાઇ વાંસદડીયા, હિતેશ ચાવડા, દિવ્ય રાજસિંહ જાડેજા, ફતેસંગ પરમાર તથા રમેશભાઈ મુંધવા તથા ભરતદાન દેથા સહિતનાઓ રોકાયેલા હતા.