મોરબી જીલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરા તથા ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પી આઈ આઈ.એમ.કોઢિયાની સુચનાથી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન કિશોરદાન ગઢવી અને વનરાજભાઈ ચાવડાને બાતમી મળતા જેના આધારે ચોરીના ગુન્હામાં આરોપી નીલેશભાઈ ઉર્ફે કાલી ભુપતભાઈ ગેડાણી (રહે. રાજકોટ પોપટપરા સેન્ટ્રલ જેલ આગળ રાજકોટ) અને અરવિંદભાઈ ઉર્ફે કની પોલાભાઈ કાંજીયા (રહે. નવાગામ મામાવાડી કુવાડવા રોડ રાજકોટ) વાળા સીએનજી રીક્ષા જીજે-૦૩-બીએક્સ-૦૬૫૮ સાથે કુબેર ટોકીઝ સામે સર્વિસ રોડ પરથી મળી આવતા તેની પુછપરછ કરતા ચોરીના ગુન્હાની કબુલાત આપી હોય જેથી તેની પાસેથી રોકડ રકમ રૂ.૧૫,૦૦૦ રીકવર કરી ગુનામાં વપરાયેલ રીક્ષા કીમત રૂ.૫૦,૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૬૫.૦૦૦નો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગુન્હામાં આરોપી ગટી રાણાભાઇ ભરવાડ (રહે. માલધારી સોસાયટી જુના યાર્ડ પાછળ રાજકોટ) નું નામ ખુલતા તેને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ કામગીરીમાં પો.હે.કોન્સ. ઈમ્તિયાઝભાઈ જામ, ક્રિપાલસિંહ ચાવડા, અર્જુનસિંહ ઝાલા, પો.કોન્સ. ઋતુરાજસિંહ જાડેજા, દેવશીભાઈ મોરી, રમેશભાઈ મિયાત્રા, ભગીરથભાઈ લોખીલ અને મુકેશભાઈ જીલરીયા સહિતની ટીમ રોકાયેલ હતી.
આરોપી અરવિંદભાઈ ઉર્ફે કની પોલાભાઈ કાંજીયા સામે આગાઉ રાજકોટ શહેર બી ડીવીઝન પોલીસ મથકમાં ૪૫૪,૪૫૭ અને ૩૮૦ મુજબ ગુન્હો નોંધાયેલ છે.