Wednesday, December 25, 2024
HomeGujaratવાંકાનેરનાં રાજગઢ ગામની સીમમાં આવેલ વાડીમાંથી ૧૪૪ બોટલ વિદેશી દારૂ સાથે બેની...

વાંકાનેરનાં રાજગઢ ગામની સીમમાં આવેલ વાડીમાંથી ૧૪૪ બોટલ વિદેશી દારૂ સાથે બેની ધરપકડ ; એક નાસી ગયો

મોરબી જીલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરાની સુચના મુજબ મોરબી જીલ્લામાં પ્રોહી-જુગારની બદી નસ્ત નાબૂદ કરવા કરવા સુચના થઈ હોય જે અન્વયે ડીવાયએસપી રાધિકા ભારાઈનાં માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પો.સ.ઈ. આર.પી.જાડેજા તેમજ સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન મળેલી બાતમી આધારે રાજગઢ ગામની સીમમાં આવેલ બંગલા વાડી તરીકે ઓળખાતી
વાડીમાંથી આરોપી માવજીભાઈ ભનુભાઈ નદાસીયા (ઉ.વ.૩૦), મેહુલભાઈ દેવાભાઈ નદાસીયા (ઉ.વ.૨૪) રહે. બંને વરડુસર તા. વાંકાનેર જી. મોરબી વાળાઓએ ગે.કા. પાસ પરમીટ વગર ભારતીય બનાવટની પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂ જેમાં લંડન પ્રાઈડ વ્હિસ્કી ૭૫૦ મીલી બોટલ નંગ ૬૦ તથા મેકડોવોલ્સ નંબર-૧ વ્હિસ્કી ૭૫૦ મીલી બોટલ નંગ ૮૪ મળી કુલ બોટલ નંગ ૧૪૪ (કિં.રૂ.૪૯૫૦૦/-)નાં પ્રોહી. નાં મુદ્દામાલ સાથે મળી આવતા પકડી પાડી તેમજ ઈંગ્લીશ દારૂનાં જથ્થા બાબતે પુછતાછ કરતાં સુરેન્દ્રનગર જીલ્લાના થાન તાલુકાનાં સરસાણા ગામનો ધીરૂભાઈ કોળી આપી ગયેલ હોવાનું જણાવતા મજકુર ત્રણેય ઈસમો વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ પકડાયેલ આરોપીઓનો કોરોના ટેસ્ટ કરાવી અટક કરવા તેમજ ફરાર આરોપી ધીરુભાઈ કોળી (રહે. સરસાણા તા. થાન જી. સુરેન્દ્રનગર) વાળાને પકડી પાડવા તજવીજ હાથ ધરેલ છે.

- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં વાંકાનેર તાલુકા પીએસઆઇ. આર. પી. જાડેજા, હેડ.કોન્સ. મયુરધ્વજસિંહ જાડેજા, મનિષભાઈ બારૈયા, બળદેવસિંહ જાડેજા, પો.કોન્સ. હરીશચન્દ્રસિંહ ઝાલા, અજયસિંહ ઝાલા સહિતનાઓ રોકાયેલા હતાં.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!