મોરબી નવલખી રોડ પર ટેમ્પોમા વિદેશી દારૂ ભરી નીકળેલા બે શખ્સોને ૩૭૦ વિદેશી દારૂની બોટલ સાથે બી ડિવિઝન પોલીસે ઝડપી લઈ દારૂ મંગાવનાર બુટલેગરની શોધખોળ હાથ ધરી હતી.

મોરબીમાં દારૂ જુગારની બંદી ડામવા એસ.પી સહિતના ઉચ્ચ અધિકારીઓની સુચનાથી મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટાફે બાતમીના આધારે નવલખી રોડ પર વોચ ગોઠવી હતી તે દરમ્યાન અહીં થી ટાટા ૪૦૭ ટેમ્પો નં. જી.જે.એકસ ૭૧૬૫ નીકળતા ટેમ્પો અંદરથી ૩૭૦ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો તેમજ ટેમ્પો ચાલક સહિત બે શખ્સો જીજ્ઞેશ હરેશભાઈ પરમાર(ઉ.વ.૨૯) રહે.વિસીપરા, અને જલ્પેશ વિનોદભાઈ ખાખી (ઉ.વ.૩૨) રહે.લક્ષ્મીનારાયણ સોસાયટીની ધરપકડ કરી ૧.૩૮.૭૫૦નો દારૂ તથા ટેમ્પો મળી કુલ ૩.૮૮.૭૫૦ નો મુદામાલ કબજે કર્યો હતો.
તેમજ દારૂ મંગાવનાર રવિભાઈ પાલા કે જે દારૂ મંગાવી સ્થળ પર હાજર ન હોય તમામ સામે ગુનો નોંધી દારૂ મંગાવનાર ને ઝડપી લેવા વિશેષ તપાસ હાથ ધરી હતી.









