Wednesday, November 20, 2024
HomeGujaratમોરબી રેલવે સ્ટેશન રોડ પરથી ૩૭૨ બોટલ ઈંગ્લીશ દારૂ સાથે બે ઝડપાયા:એકનું...

મોરબી રેલવે સ્ટેશન રોડ પરથી ૩૭૨ બોટલ ઈંગ્લીશ દારૂ સાથે બે ઝડપાયા:એકનું નામ ખુલ્યું

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સૂચના તેમજ એએસપી અતુલ બંસલના માર્ગદર્શન હેઠળ પીઆઇ એમ.પી.પંડયા દ્વારા મિલ્કત વિરૂધ્ધના અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરવા તેમજ પ્રોહી જુગારની બદી પર અંકુશ લાવવા સુચના કરેલ હોય જે અનુસંધાને મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીગમાં હોય તે દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે મોરબી નવલખી ફાટક તરફથી એક નમ્બર પ્લેટ વગરની સફેદ કલરની રિટઝ કારમાં બે ઇસમો ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી મોરબી રેલ્વે સ્ટેશન રોડ પરથી નીકળવાના છે જેથી એ ડિવિઝન પોલીસ દ્વારા વૉચ ગોઠવતા રેલ્વે સ્ટેશન રોડ પર ઉપરોક્ત ઓળખ વાળી કાર નીકળતા તેને રોકી ચેક કરતા કારમાં બેસેલ બે ઇસમો આકિબ હુશૈનભાઇ મીર( ઉ.વ.૨૧ ધંધો-મજુરી રહે,વજેપર શેરી નં.૧૧ મોરબી)અને ભુપેન્દ્ર જયસુખભાઇ વાઘેલા(ધંધો-મજુરી રહે.કાલીકા પ્લોટ શેરી નં.૦૨) નેબજુદી જુદી બ્રાન્ડની ૩૭૨ બોટલ ઇંગલીશદારૂ ના જથ્થા સાથે ઝડપાયા હતા.

- Advertisement -
- Advertisement -

જેથી એ ડિવિઝન પોલીસ દ્વારા બન્ને ઈસમોની મેકડોવેલ્સ નં.૧ સુપીરીયલ્સ વ્હીસ્કી ની ૨૪૦ બોટલ કિ.રૂ.૯૦,૦૦૦/ ,રોયલ ચેલેન્જર્સ વ્હીસ્કી ની ૧૩૨ બોટલ કિ.રૂ.૬૮,૬૪૦/ તથા સુઝુકી કંપનીની રીટઝ કાર કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૩,૫૮,૬૪૦ ના મુદામાલ સાથે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી જે દરમિયાન પ્રાથમિક પૂછપરછ કરતા આ દારૂ મોકલનાર અન્ય આરોપી ફારૂક જામ (રહે.સામખીયાળી)નું નામ ખુલતા એને પણ ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ કામગીરીમા મોરબી સીટી એ ડિવિઝન પીઆઇ એમ.પી.પંડયા,પીએસઆઇ એસ.એમ.રાણા, એ.એસ.આઇ. કિશોરદાન ગઢવી,મનસુખભાઇ દેગામડીયા, ચકુભાઇ કરોતરા, આશિફભાઇ રાઉમા, અરજણભાઈ ગરીયા, હસમુખભાઇ પરમાર, તેજાભાઇ ગરચર, હિતેષભાઈ ચાવડા, કુલદીપભાઇ સોલંકી સહિતના જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!