Friday, April 19, 2024
HomeGujaratહળવદ માળીયા હાઈવે પર અજાણ્યાં વાહનની ઠોકરે પતિની નજર સામે પત્ની-ભત્રીજાનું મોત

હળવદ માળીયા હાઈવે પર અજાણ્યાં વાહનની ઠોકરે પતિની નજર સામે પત્ની-ભત્રીજાનું મોત

હળવદ માળીયા હાઈવે રોડ ઉપર સુસવાવ પાટીયા થી ધનાળા પાટીયા વચ્ચે વધુ એક અકસ્માતની ઘટના પ્રકાસમા આવી છે.જેમાં અજાણ્યા વાહનની ઠોકરે પતિની નજર સામે પત્ની તથા ભત્રીજાનું મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

આ અંગે હળવદ હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર હળવદના જુના વેગડવાવ ખાતે રહેતા અનીલભાઈ ચંદુભાઈ સુરેલા (ઉ.વ.૨૭) પોતાનું બાઈક નંબર GJ.01.DS.1402 લઈ પોતાની પત્ની જયાબેન તથા ભત્રીજા હાર્દિક (ઉ.વ.૦૭) સાથે જઇ રહ્યા હતા. ઈશ્વરનગરથી જુના વેગડવાવ જતી વેળાએ હળવદ માળીયા હાઈવે રોડ ઉપર સુસવાવ પાટીયા થી આગળ નાળા પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઈકને અડફેટે લીધું હતું. આ અકસ્માત માં દંપતી સહિત ત્રણેય રોડ પર પટકાતા ગંભીર ઇજા થવા પામી હતી. જેથી તમામને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમિયાન સાહેદ જયાબેન તથા હાર્દિકનું મોત નીપજ્યું હતું.આ મામલે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!