Thursday, June 12, 2025
HomeGujaratમોરબીના પીપળી ગામ નજીક વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે બે ઝડપાયા:બે ના નામ...

મોરબીના પીપળી ગામ નજીક વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે બે ઝડપાયા:બે ના નામ ખુલ્યા

મોરબી એલસીબી ટીમે મળેલ બાતમીને આધારે પીપળી ગામ નજીક વિનાયક વે બ્રિઝ પાછળ ખરાબામાં રેઇડ કરી વિદેશી દારૂની ૧૨ બોટલ તથા બિયરના ૭૦ ટીન સાથે બે ઇસમોની અટક કરી હતી, જ્યારે માલ આપી જનાર રાજસ્થાની ટ્રક ડ્રાઇવર અને તેની પાસેથી માલ લઈ આવનાર મોરબીના શખ્સ સહિત બે ઇસમોના નામ ખુલ્યા હતા, ત્યારે એલસીબી પોલીસે કુલ ચાર આરોપીઓ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાવી આગળની તપાસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી એલસીબી પોલીસને બાતમી મળેલ કે તાલુકાના પીપળી ગામે વિનાયક વે બ્રિઝ પાછળ ખરાબામાં આરોપી ઈમ્તિયાઝ સિપાઈ અને ધ્રુવ ફુલતરીયા બંને ભાગીદારીમાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઉતારી તેનું વેચાણ કરતા હોય, જે મુજબનો બાતમીને આધારે ઉપરોક્ત સ્થળે રેઇડ કરતા, સ્થળ ઉઓરથી વિદેશી દારૂની ૧૨ બોટલ અને બિયારની અલગ અલગ બે બ્રાન્ડના ૭૦ ટીન એમ કુલ કિ.રૂ.૩૭ હજારનો મુદ્દામાલ મળી આવ્યો હતો, આ સાથે એલસીબી પોલીસે આરોપી ઈમ્તિયાઝભાઈ મુસ્તુફાભાઈ સિપાઈ ઉવ.૩૮ રહે. મોરબી પંચાસર રોડ જનક સોસાયટીમાં ભાડેથી મૂળ રહે. હળવદ જંગરીવાસ તથા આરોપી ધ્રુવભાઈ કાંતિભાઈ ફુલતરીયા ઉવ.૩૭ રહે. મોરબી રવાપર રોડ બોનીપાર્ક શેરી નં.૨ મૂળ રહે. તરઘરી ગામ તા.મોરબી વાળા બંનેની ધરપકડ કરવામાં આવી છે, રેઇડ દરમિયાન પકડાયેલ બંને આરોપીઓની પૂછતાછમાં વિદેશી દારૂ અને બિયર રાજસ્થાની ડ્રાઇવર પાસે મંગાવ્યો હતો, અને જે આવતા તેની પાસે આરોપી જનકસિંહ ઝાલા રહે.રંગપર તા.મોરબી વાળા ને લેવા મોકલેલ. હાલ એલસીબી પોલીસે તે બન્ને આરોપીઓને ફરાર જાહેર કરી, કુલ ચાર આરોપીઓની સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર બન્ને આરોપીઓને ઝડપી લેવા ચજરો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!