Saturday, December 28, 2024
HomeGujaratમોરબીનાં વાવડી ચોકડી પાસેથી ૧૪ ગૌવંશ ભરેલ ટ્રક સાથે બે પકડાયા, એક...

મોરબીનાં વાવડી ચોકડી પાસેથી ૧૪ ગૌવંશ ભરેલ ટ્રક સાથે બે પકડાયા, એક ફરાર

મોરબીના વાવડી ચોકડી પાસે આજે ગૌરક્ષકોની ટીમે ૧૪ વાછરડા ભરેલા ટ્રક સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા.જ્યારે એક આરોપી ફરાર થઈ ગયો હતો. હાલ એ ડિવિઝન પોલીએ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આજે મોરબીના ગૌરક્ષકોની ટીમે બાતમીના આધારે શહેરના વાવડી રોડ ઉપર વોચ ગોઠવી હતી. તે સમયે જીજે-૦૩-ડબલ્યુ-૯૧૦૧ નંબરનો ટ્રક પસાર થતા ગૌરક્ષકોની ટીમે આ ટ્રકને અટકાવીને તલાશી લેતા તેમાં કુરતાપૂર્વક બાંધેલી હાલતમાં ૧૪ વાછરડાઓ મળી આવ્યા હતા.આથી ટ્રકમાં બેઠલા ત્રણ શખ્સોની.પૂછપરછ કરતા એક શખ્સ જત મુસા હાજી શાલીમહમદ (રહે.લખપત) વાળો નાસી છૂટ્યો હતો.બાદમાં ગૌરક્ષકોને ટીમે ૧૪ વાછરડાઓને કતલખાને ધકેલાતા હોવાની શંકાને આધારે વાછરડા સાથેનો ટ્રક સહિત કુલ મુદ્દામાલ રૂ.૫.૨૮ લાખ તેમજ બન્ને આરોપીઓ જયેશભાઇ ભરતભાઇ ચૌહાણ (રહે. કેશોદ) અને મુન્ના અમરશીભાઈ ચાવડા (રહે.કારેજ-માંગરોળ)ને ઝડપીને પોલીસને હવાલે કર્યા હતા અને આ મામલે ગૌરક્ષક કમલેશભાઈ બોરીચાએ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!