Tuesday, November 26, 2024
HomeGujaratમોરબી શહેરમાંથી અલગ અલગ બે સ્થળેથી બે બાઈક ચોરીનો ભેદ ઉકેલી કુલ...

મોરબી શહેરમાંથી અલગ અલગ બે સ્થળેથી બે બાઈક ચોરીનો ભેદ ઉકેલી કુલ ત્રણ આરોપીઓને ઝડપી લેવાયા

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ બાઈક ચોરીની ફરિયાદમાં શનાળા રોડ ઉપરથી તેમજ આયુષ હોસ્પિટલ નજીકથી એમ બે અલગ અલગ સ્થળેથી બે બાઈકની ચોરી કરનાર કુલ ત્રણ આરોપીઓને મોરબી એ ડિવિઝન પોલીસે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

જેમાં પ્રથમ બાઈક ચોરી ઘટનાની મળતી વિગતમાં ગત તા.૧૭/૦૪ના રોજ ફરિયાદી મૂળ નસીતપર ગામના વતની હાલ રવાપર ધુનડા રોડ ઉપર તુલસીપત્ર એપાર્ટમેન્ટમાં રહેતા ઘનશ્યામભાઇ નરશીભાઇ સવસાણી ઉવ.૫૦નું હીરોહોન્ડા સ્પ્લેન્ડર પ્લસ બાઈક રજી.જીજે-૩૬-કે-૪૫૭૪ વાળું મોરબી શનાળા રોડ ઉમિયા સર્કલ નજીક આવેલ ગાંધીના ડેલા પાસેથી ચોરી કરી લઇ જનાર આરોપી અજયભાઈ બાલાભાઈ ચાડમીયા ઉવ.૨૫ રહે હાલ દલવાડી સર્કલ પાસે ઝુપડામા મોરબી મુળરહે પોલારપર ગામ જી.રાજકોટ, સનાભાઈ કરશનભાઈ ભુરીયા ઉવ.૫૫ રહે હાલ દલવાડી સર્કલ પાસે અમી પેલેસ સામે ઝુપડામા મોરબી મુળરહે ગાંગેડી ગામ જી.દાહોદને જયારે બીજી બાઈક ચોરીના પ્રકરણમાં ગત તા.૧૮/૦૪ના રોજ ફરિયાદી મોરબી માધાપર શેરી નં ૧૯માં રહેતા પીયુષભાઇ ચંદુલાલ પરમાર ઉવ.૩૩નું હીરોહોન્ડા સ્પ્લેન્ડર પ્લસ રજી.નં. જીજે-૦૩-ડીએફ-૨૯૧૯ વાળું બાઈક મોરબી આયુષ હોસ્પિટલ નજીક પાર્ક કરેલ બાઈક ચોરનાર આરોપી પ્રકાશભાઇ ચંદુભાઇ નગવાડીયા ઉવ.૩૩ રહે.ચીખલી તા.માળીયા(મી)ને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી લઇ આગેકની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!