Thursday, December 26, 2024
HomeGujaratવાંકાનેર તાલુકાના વઘાસીયા ટોલનાકા નજીક કારચાલકે ઠોકર મારતા બાઇકસવાર બેને ઇજા

વાંકાનેર તાલુકાના વઘાસીયા ટોલનાકા નજીક કારચાલકે ઠોકર મારતા બાઇકસવાર બેને ઇજા

વાંકાનેર : પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૨૭ના રોજ વઘાસીયા ટોલનાકા નજીક ફરીયાદી યશવન નરેન્દ્રવન ગૌસ્વામી સ્પલેન્ડર મોટર સાયકલ રજી. નં.જીજે-૧૩-કે-૨૪૬૧ ચલાવીને જતા હતા. ત્યારે સ્વીફ્ટ કાર રજી. નં.જીજે-૧૩-એનએન-૮૧૨૭ના ચાલકે તેની સાઇડ લઇ આગળ-પાછળનું ધ્યાન રાખ્યા વગર વળાંક વાળ્યો હતો. તે વખતે ફરીયાદીનું મોટરસાયકલ સ્વીફ્ટ કાર સાથે ભટકાઇ જતા અકસ્માત સર્જાયો હતો. આથી, ફરીયાદીને જમણા હાથ-પગમાં છોલાયેલ તેમજ સાહેદ ધર્મેશભાઇને જમણા પગના ગોળામાં ફ્રેક્ચર જેવી ઇજા થઇ હતી. વાંકાનેર સીટી પોલીસે આ બનાવ અંગે ફરિયાદ નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!