Thursday, January 16, 2025
HomeGujaratમોરબી જિલ્લામાં અપમૃત્યુના બે બનાવો નોંધાયા

મોરબી જિલ્લામાં અપમૃત્યુના બે બનાવો નોંધાયા

મોરબીમાં અકસ્માતનાં બનાવો વધી રહ્યા છે. ત્યારે મોરબીના નીચી માંડલ ગામે અકસ્માતે સીડી પરથી પડી જતા એક બાળકનું તો વાંકાનેરના કણકોટ ગામ પાસે બાઈક પર જઈ રહેલ વૃદ્ધનું ચક્કર આવતા નીચે પડી જતા મોત નીપજ્યું છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવમાં, મોરબી તાલુકાનાં નીચી માંદલ ગામે આવેલ મોન્ટેલો સીરામિકમાં રહેતા અનુજકુમાર યાદવનો ૦૪ વર્ષીય પુત્ર અભી ગત તારીખ ૧૭/૦૨/૨૦૨૩ ના બપોરના ચારેક વાગ્યાની આસપાસ નીચી માંદલ મોન્ટેલો સીરામિકમા રમી રહ્યો હતો. ત્યારે કોઈપણ કારણોસર સીડી પરથી પડી જતા માથે શરીરે ગંભેર ઈજાઓ થતા પ્રથમ સારવાર મોરબી સમર્પણ હોસ્પીટલ બાદ આયુષ હોસ્પીટલ બાદ અર્ધ બેભાન હાલતમા રાજકોટ સિવિલ હોસ્પિટલમા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ચાલુ સરવાર દરમ્યાન તેનું મોત નિપજતા ફરજપરના ડો. આઈ.એ.જુણેજાએ તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. અને મોરબી તાલુકા પોલીસ મથકે અકાળે મોતની નોંધ કરાવી હતી.

બીજા બનાવમાં, રાજકોટના ભવાનીચોક અંકુર-૮ જંગલેશ્વર ખાતે રહેતા મૂળ વાંકાનેરના કુલસુમબેન ગનીભાઇ હેરંજા ગત તા.૧૫/૦૨/૨૦૨૩ના રોજ સવારના આશરે સાડા દશેક વાગ્યાના સમયે રાજકોટથી વાંકાનેર પોતાના દીકરના મોટર સાઇકલ પાછળ બેસી જતા હતા દરમ્યાન કણકોટ ગામ પાસે રોડ ઉપર પહોંચતા વૃદ્ધાને અચાનક ચક્કર આવી જતા તેઓ મોટર સાઇકલ પાછળથી નીચે પડી જતા માથાના ભાગે ગંભીર ઇજા થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં સારવારમાં દાખલ કાર્ય હતા. જ્યાં ચાલુ સારવાર દરમ્યાન તેમનું મોત નિપજતા ડોક્ટરે તેમને મૃત જાહેર કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!