મોરબી શહેરમાં એક જ દિવસમાં બે લોકો મોતને ભેટ્યા છે. જેમાં એક માનસીક ટેન્સનમાં રહેતા આધેડે પોતાની ધરે એસીડ પી જિંદગીના છેલ્લા ઘૂંટ ગળે ઉતાર્યા હતા. તો બીજા બનાવમાં એક ભીક્ષુક મોરબી શહેરના જુના બસ સ્ટેશનના બાથરુમ સામે પડી જતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
પ્રથમ બનાવમાં, મોરબીનાં વાવડી રોડ ગણેશનગર શેરી નં.૪ ખાતે રહેતા સુરેશભાઇ લાભુભાઇ ઝીઝુવાડીયા થોડા સમયથી માનસીક ટેન્સનમાં રહેતો હોય જેથી ગત તા.૦૫/૦૩/૨૩ ના રોજ પોતાના ઘર પાસે પોતે પોતાની જાતેથી એસીડ પી આપઘાતનો પ્રયાસ કરતા પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ચાલુ સારવાર દરમ્યાન ગઈકાલે તેનું મોત નિપજતા ફરજ પરના ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી છવાઈ હતી. તેમજ ડોક્ટરે બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે અકાળે મોતની નોંધ કરાવી છે.
બીજા બનાવમાં, મોરબી શહેરનાં જુના બસ સ્ટેશનના બાથરુમ સામે એક અજાણયો પુરુષ કે જેની ઉમર આશરે ૪૦ વર્ષ છે. જે ભીક્ષુક જેવો હોય જે ગત તા ૫/૦૩/૨૦૨૩ ના રોજ રાત્રી ના સાડા દશેક વાગ્યાના પહેલા પોતાની જાતે બાથરુમ સામે પડી જતા બેભાન થઇ જતા આસપાસના સ્થાનિકોએ તેને જોઈ 108 ને ફોન કરતા 108નો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અને આ અજાણ્યા શખ્સને પ્રથમ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડ્યો હતો અને બાદમાં ત્યાથી વધુ સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પીટલમા દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ચાલુ સારવાર દરમ્યાન તેનું મોત નિપજતા ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.