Monday, November 25, 2024
HomeGujaratવાંકાનેરમાં અકાળે મોતનાં બે બનાવો સામે આવતા ખળભળાટ

વાંકાનેરમાં અકાળે મોતનાં બે બનાવો સામે આવતા ખળભળાટ

મોરબી અકાળેમોતનાં બનાવોમાં સતત વધારો થઈ રહ્યા છે. તેવામાં ગઈકાલે પણ અકાળેમોતનાં વધુ 2 બનાવો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં એક આધેડે સ્ટેચ્યુ ચોક પાસેના પુલ ઉપરથી પડતું પડતું મુકતા મોત નીપજ્યું હતું. જયારે અન્ય બનાવમાં એક વૃદ્ધનું બીપી વધી જતા જમીન પર પછડાતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે બંને બનાવોને લઈ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરનાં દીવાનપરા પાંજરાપોળ શેરીમાં રહેતા વ્રજલાલ કાનજીભાઇ રાઠોડ નામના ૬૫ વર્ષીય આધેડે ગઈકાલે અગમ્ય કારણોસર સ્ટેચ્યુ ચોક પાસેના પુલ ઉપરથી પડતુ મુકતા નીચે પટકાયા હતા. ત્યારે બનાવના પગલે મૃતકનાં દીકરા હિતેશભાઇએ વ્રજલાલભાઈને હોસ્પિટલ લઇ જતા ફરજ પર હાજર ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જયારે અન્ય બનાવમાં ખડીપરા નવાપરા ટાઉનમાં રહેતા હર્ષદભાઇ નરશીગભાઇ જાની નામના ૭૦ વર્ષીય બીપીનાં દર્દીનું ગત તા.૨૨/૧૦/૨૨ ના રોજ પોતાના ઘરે હતા, તે સમયે અચાનક બીપી વધી જતા જમીન પર પછડાયા હતા. જેના કારણે તેમને માથામાં ઈજાઓ પહોંચી હતી. જેને લઇ તેમને સારવારમાં સૌ પ્રથમ વાકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યા તેમની હાલત વધુ નાજુક જણાતા તેઓને અમદાવાદ સીવીલ હોસ્પીટલમા રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!