Monday, April 29, 2024
HomeGujaratમોરબીના વિશિપરામાંથી મહિલા સંચાલિત દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

મોરબીના વિશિપરામાંથી મહિલા સંચાલિત દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા દારૂના ધંધાર્થીઓ ઉપર તૂટી પડવા આદેશ અપાતા જિલ્લાના તમામ પોલીસ મથકો દ્વારા દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે.જ્યાં મોરબી શહેરમાં દેશી દારૂ વેંચતી એક મહિલને દેશી દારૂનાં જથ્થા સાથે ઝડપી પાડી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીનાં વીશીપરા, વાડી વિસ્તાર ચામુંડ માતાજીના મંદિર પાસે દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી હોવાની અને આ ભઠ્ઠી મહિલા દ્વારા ચલાવવામાં આવી રહી હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી. જે હકીકતના આધારે પોલિસે સ્થળ પર રેઇડ કરી આરોપી સ્ત્રીના રહેણાંક મકાનમાં ધમધમી રહેલી દેશી દારૂની ભઠ્ઠીમાંથી દારૂ બનાવવાનો ૨૦૦ લીટર આથો તેમજ કેફી પ્રવાહી ૧૫ લીટર દેશી દારૂ મળી કુલ રૂ. ૭૦૦/- નો મુદ્દામાલ કબજે કરી સ્થળ પરથી નીતાબેન પ્રભુભાઇ અગેચનણીયા (રહે. મોરબી-૨, વીશીપરા, વાડી વિસ્તાર ચામુંડ માતાજીના મંદિર પાસે તા.જી.મોરબી) નામની મહિલાને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!