Thursday, January 23, 2025
HomeGujaratમોરબીમાં દારૂ-બીયર સાથે બે પકડાયા

મોરબીમાં દારૂ-બીયર સાથે બે પકડાયા

મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ગઈકાલે બાતમીના આધારે મોરબીના સીરામીક સીટી રોડ મેલડીમાંનાં મંદીર પાસે આરોપી અજયભાઇ હસમુખભાઇ નિમાવત (ઉં.વ. ૩૫, ધંધો પ્રા.નોકરી, રહે. સીરામીક સીટી, એચ-૨ ફ્લેટ નંબર ૩૦૨, લાલપર, મોરબી) ને સ્ટ્રોંગ પ્રિમિયમ બીયર ૫૦૦ એમ.એલ ટીન-૧ (કિં રૂ.૧૦૦) તથા પરપ્રાંતીય બીયર ૬૦૦૦ સુપર સ્ટ્રોંગ બીયર ૫૦૦ml ટીન-૧ (કિં રૂ.૧૦૦) મળી કુલ મુદામાલ કિં.રૂ.૨૦૦ સાથે ઝડપી પાડ્યો હતો. તેમજ બીજા બનાવમાં એ ડિવીઝન પોલીસ સ્ટાફે બાતમીના આધારે ગઈકાલે આરોપી ધીરજભાઇ ગોવિંદભાઇ ચાવડા (ઉ.વ.૪૬, રહે. મોરબી, નવલખી રોડ, યમુનાનગર-૨, શેરી નં-૫) ને નવલખી રોડ કુબેરનાં નાલા પાસેથી વીદેશી દારૂની મેકડોવેલ્સ-૦૧ સુપીરીયર વ્હીસ્કીની ઓરીજીનલ ફોર સેલ ઈન હરીયાણા ઓન્લી લખેલ ૭૫૦mlની કંપની સીલપેક બોટલ નંગ-૧ (કિં.રૂ. ૩૦૦/-) સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે બંને આરોપીઓની અટક કરી પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!