મોરબી જિલ્લા પોલીસ સ્પેશ્યલ ડ્રાઈવ અંતર્ગત એક બાદ એક બુટલેગરો પર રેઈડ કરી નાની-મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડી પાડી કાર્યવાહી કરી રહી છે. ત્યારે ગઈકાલે વાંકાનેર સીટી પોલીસે બજરંગ હોટલની પાછળ પડત જગ્યામા છુપાડેલ વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા હતા.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર સીટી પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, ચોટીલા-વાંકાનેર નેશનલ હાઈવે રોડ લીંબળાની ધાર પાસે બજરંગ હોટલની પાસે પડત જગ્યામા ઈસમ દ્વારા વિદેશી દારૂનો જથ્થો મંગાવી વેચાણ કરવાના ઇરાદે છુપાડેલ છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી WHITE LACE VODKA લખેલ કુલ ૭૮ બોટલોનો રૂ.૨૯,૨૫૦/-નો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. અને વિવેકભાઈ મંછારામ ગોંડલીયા (રહે.ગારીયા તા.વાંકાનેર જી.મોરબી) તથા બળવંતભાઈ નાગરભાઈ સાંકળીયા (રહે.હાલ મકનસર તા.જી.મોરબી મુળ રહે.ગામ-પીપરડી તા.જસદણ જી.રાજકોટ) નામના યુવકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.