વાંકાનેર શહેરમાં પોલીસ લાઈનમાં આવતી પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ કરી ત્રણ શખ્સ દ્વારા ગેરકાયદેસર કનેકશન લેવામાં આવતું હોય જેથી તેમને અટકાવવા જતા આરોપીઓએ પોલીસ કર્મીની કાયદેસરની ફરજમા રૂકાવટ કરતા ફરજમા રૂકાવટ તથા ગેરકાયદેસર પાણીનું કનેકશન લેવાની એમ કુલ બે ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
પ્રથમ ફરિયાદ અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઇ. ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજાને ગત તા.૧૪/૦૫/૨૦૨૩ના રોજ રાત્રીના સવા દશેક વાગ્યાના સુમારે બાતમી મળી હતી કે, વાંકાનેર પોલીસ લાઈનમા આવતી પાણીની પાઈપ લાઈનમા રફીકભાઇ મામદભાઇ બાદી, નીજામુદિનભાઇ મામદભાઇ બાદી (રહે.બંને પાંચ દ્રારકા તા.વાંકાનેર) તથા આરીફભાઇ અલ્લાઉદીનભાઇ શેરસીયા (રહે.જાલી તા.વાંકાનેર) નામના ઈસમો જી અલી ચેમ્બર જીગર ડેરી સામે પાણીની પાઈપ લાઈનમા ગેરકાયદેસર ખોદકામ કરી ગેરકાયદેસર પાણીનુ કનેકશન છે. જેને અટકાવવા ફરિયાદી પોલીસ કર્મી જતા આરોપીઓએ ફરીયાદીની કાયદેસરની ફરજમા રૂકાવટ કરી બોલાચાલી ઝઘડો કરતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરજમાં રુકાવટની ફરિયાદ નોંધાઈ છે.
બીજી ફરિયાદ અનુસાર, વાંકાનેર સીટી પોલીસ દ્વારા હાજી અલી ચેમ્બર જીગર ડેરી સામે રોડ ઉપર વાંકાનેર પોલીસ લાઈનમા આવતી પાણીની પાઈપ લાઈનમા ગેરકાયદેસર ખોદકામ કરી ગેરકાયદેસર પાણીનુ કનેકશન લઇ પોલીસ લાઈનમા આવતો પાણીનો પુરવઠો રોકી પાણી પોતાના તરફ વાળી બીગાડ કરતા રફીકભાઇ મામદભાઇ બાદી, નીજામુદિનભાઇ મામદભાઇ બાદી (રહે.બંને પાંચ દ્રારકા તા.વાંકાનેર) તથા આરીફભાઇ અલ્લાઉદીનભાઇ શેરસીયા (રહે.જાલી તા.વાંકાનેર) નામના ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા છે. અને તમામ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.