મોરબીમાં એક યુવાનને માતા પિતાએ ઠપકો આપતા સારું ન લાગતા મોત મીઠું કર્યું હતું એ સહિત જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશન ચોપડે અપમૃત્યુના બે બનાવ નોંધાવા પામ્યા છે.
જેમાં અપમૃત્યુના પ્રથમ બનાવની વિગત મુજબ મોરબી તાલુકાના પાનેલી ગામ પાસે પાવડિયારી મેલડીમાંના મન્દિર નજીક ખાણમાં મજૂરી કામ કરતો રાહુલભાઈ પ્રવીણભાઈ ચારોલીયાને માતા પિતાએ કામ બાબતે ઠપકો આપતા ઘરેથી કીધા વગર નીકળી જઈને પાનેલી રોડ પર આવેલ રાણા ભુવાની મેલડીમાં ના મન્દિર પાસે આવેલ આવળ ઝાડ સાથે પ્લાસ્ટિકની નડી બાંધી ગળાફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું જે બનાવની મૃતક યુવાનના પિતા પ્રવીણભાઈ નાગજીભાઈ ચારોલીયાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી જેથી પોલીસ દ્વારા નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે અપમૃત્યુના બીજા બનાવમાં લગધીરપુર રોડ પર આવેલ ડોનાટો સીરામીકના લેબર કવાર્ટર માં રહેતા અને સીરામીક માં મજૂરી કામ કરતા સનાતનભાઈ મોહનભાઇ માહાલી (ઉ.વ.૪૦ મુ.રહે.ટીકરપરા પોસ્ટ,બાનસુપી થાના ઝારગેરામ, પશ્ચિમ બંગાળ) વાળા પોતાના નાના દીકરા અનિલને તાવ આવતો હોય જેની દવા લઈને કવાર્ટર માં રુમે આવતા હોય ત્યારે સીડીના પગથિયાં ચડતા ચડતા ચક્કર આવતા સીડી પરથી નીચે પડી જતા માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારે પાટો બાંધીને સુઈ ગયેલ બાદ માં બીજે દિવસે સવારે મૃતક બેભાન થઈ જતા તેઓને સમર્પણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ બાદમાં વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવેલ જ્યા સારવાર દરમિયાન તેઓનું મોત નિપજતા મોરબી તાલુકા પોલીસ દ્વારા બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.









