મોરબી જિલ્લામાં અપમૃત્યુના બે બનાવો સામે આવ્યા છે જેમાં કારખાનામાં કામ કરતા શ્રમિક પર મશીનની પુલ પડતા તેનું મોત નીપજ્યું હતું જ્યારે કારખાનાની ઓરડીમાં રમતા રમતા પાણીની કુંડીમાં પડી જતા બાળકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
અપમૃત્યુના કેસની વિગત અનુસાર વાંકાનેર તાલુકાના રાતાવીરડા રોડ પર સ્પિનોરા સીરામીકમાં સાહિલ બાપુ જૈના નામનો પાંચ વર્ષનો બાળક કારખાનાની ઓરડીની બાજુમા રમતો હતો આ દરમિયાન નજીક આવેલ વેસ્ટ પાણીની કુંડી પાસે રમતા રમતા અકસ્માતે પાણીની કુંડીમાં પડી જતા તેનું સ્થળ પર જ મોટ નીપજ્યું હતું.આ અંગે વાંકાનેર પોલીસે અપમૃત્યુની નોંધ કરી કાર્યવાહી આગળ ધપાવી છે.
અપમૃત્યુ અંગેના વધુ એક કેસની વિગત અનુસાર મોરબી તાલુકાના ગોર ખીજડિયા ગામે રહેતા અને તીર્થક ઇંડસ્ટ્રીઝ નામના કારખાનામાં મજૂરી કરતા રાજેશકુમાર હરીસંકર યાદવ પોતે પેપર મીલમાં કામ કરતા હોય આ દરમ્યાન મસીનની પુલ અકસ્માતે માથા પર ખાબકી હતી જે પુલ પડતા તેને ગંભીર ઇજા પહોંચી હતી.આ ઘટનાને લઈને ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.