મોરબી જિલ્લા અપમૃત્યુ અને અકસ્માતે મૃત્યુની બે ઘટનાઓ પ્રકાશમાં આવી છે જેમાં એક યુવાન અને પ્રૌઢનું મોત નીપજ્યું હોવાનું જુદાજુદા પોલીસ મથકે જાહેર થયું છે.
અપમૃત્યુના આ કેસની મોરબી સીટી બી ડિવીઝન મોરબીના વીશીપરા વિસ્તારમાં આવેલ શક્તિ મેડિકલ સ્ટોરની નજીક રહેતા ગોપાલ માનસીંગ ઓગણીયા (ઉ.વ.૨૦) એ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો જે અંગે પરિવારજનોને જાણ થતાં તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
અપમૃત્યુ અંગેના વધુ એક બનાવની માળીયામીં.પોલિસ મથકે નોંધાયેલ વિગત અનુસારમાળીયાના જુના ઘાટીલા ગામે રહેતા અમૂતલાલ ભગવાનજીભાઇ વિડઝા નામના ૫૨ વર્ષીય પ્રૌઢ ગત તા. 21 ના રોજ બપોરના અગીયાર વાગ્યાના અરસમાં પોતાના ખેતરેથી ધરે આવતા હતા આ દરમિયાન એકાએક છાતીમાં દુખાવોની ફરિયાદ કરી હતી આથી તાત્કાલિક સારવાર અર્થે જેતપર સામુહીક આરોગ્ય કેન્દૃ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યા ફરજ પરના ડોકરરે તેને મૃત જાહેર કરતા પોલીસે કાર્યવાહી આગળ ધપાવી છે.









