Friday, January 3, 2025
HomeGujaratશનિવારથી વાંકાનેર-મોરબી વચ્ચે દોડશે બે ડેમુ સ્પેશિયલ ટ્રેનો

શનિવારથી વાંકાનેર-મોરબી વચ્ચે દોડશે બે ડેમુ સ્પેશિયલ ટ્રેનો

પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધા માટે આગામી તા.15 જાન્યુઆરીથી વાંકાનેર-મોરબી વચ્ચે દરરોજ 2 ડેમુ વિશેષ અનરિઝર્વ્ડ ટ્રેનો ચલાવવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે જેને લઈને ટ્રેન નંબર 09562 મોરબી – વાંકાનેર સ્પેશિયલ ટ્રેન મોરબીથી દરરોજ સવારે 06.00 કલાકે ઉપડશે જે સવારે 06.45 કલાકે વાંકાનેર ખાતે પહોંચશે. આ ટ્રેન નજરબાગ, રફાળેશ્વર અને મકનસર સ્ટેશન પર ઉભી રહેશે.

- Advertisement -
- Advertisement -

વધુમાં ટ્રેન નંબર 09441 વાંકાનેર – મોરબી સ્પેશિયલ વાંકાનેરથી દરરોજ સવારે 07.10 કલાકે ઉપડશે. જે ટ્રેન સવારે 07.55 કલાકે મોરબી ખાતે પહોંચશે. આ ટ્રેન મકનસર અને નજરબાગ સ્ટેશન પર સ્ટોપ કરશે. તેમ રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફએ જણાવ્યું હતું. આ ઉપરાંત ટ્રેનના સ્ટોપેજ અને સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરોએ www.enquiry.indianrail.gov.in સાઈટનો સંપર્ક કરવા પણ જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!