મોરબી જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસોમાં આવતાં ઉછાળા વચ્ચે હળવદ સરકારી હોસ્પિટલના બે ડોક્ટરો કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે.
હળવદ પંથકમાં દિવસેને દિવસે કોરોના સંક્રમણ ઘેરું બનતું જાય છે તેવા સંજોગો વચ્ચે હળવદ સરકારી હોસ્પિટલના ડો. કેયુર ભીમાણી, ડો. મેહુલ પનારા કોરોનાની ઝપટે ચડ્યા છે. જેને લઈને હોસ્પિટલ સ્ટાફમાં ભયનો મહોલ જોવા મળી રહ્યો છે. બીજી બતરફ તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે સરકારી હોસ્પિટલમાં સેનેટાઈઝર દ્વાવણ નો છંટકાવ કરી કરવામાં આવી હતી અને હોસ્પિટલના કર્મચારીઓને સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. તથા સંક્રમિત ડોક્ટરના સંપર્કમાં આવેલા કર્મચારીઓને રિપોર્ટ કરાવી લેવા અનુરોધ તબીબો દ્વારા અપીલ કરાઈ છે.