Wednesday, October 30, 2024
HomeGujaratમોરબી અને વાંકાનેરમાં અપમૃત્યુના બે બનાવો

મોરબી અને વાંકાનેરમાં અપમૃત્યુના બે બનાવો

વાંકાનેર : વઘાસીયા ટોલનાકા નજીક ધાબા પરથી પડી જતાં શ્રમીક યુવાનનું મોત

- Advertisement -
- Advertisement -

વાંકાનેરના વઘાસીયા ટોલનાકા સી.એન.જી.પંપ પાસે નવી બનતી હોટલ પાસે રહેતા અને ત્યાંજ મજૂરી કામ કરતા સવાઇભાઇ પુંભારામ (ઉ.વ.૨૨) નું તા.૯ ના રોજ મજુરી કરતા હતો ત્યારે ધાબા પરથી પડી જતા માથાના ભાગે ઇજા થતા તેને સારવાર અર્થે પ્રથમ વાંકાનેર સરકારી હોસ્પિટલમાં બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ઈમરજન્સી ફરજ પરના તબીબે તપાસી તેને મૃત જાહેર કર્યો હતો. વાંકાનેર સીટી પોલીસે બનાવ અંગે નોંધ કરી આગલની વધુ તપાસ હાથ ધરી છે.

ટીંબડી પાટીયા નજીક કારખાનામાં લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ શ્રમીકનો આપઘાત

મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના ટીંબડી પાટીયા નજીક પાટીદાર ટાઉનશીપ પાછળ આવેલ સનલેક્ષ ફેબ્રીક કારખાનાના રહીને મજૂરી કામ કરતા જગદીશસિંહ સોહનસિંહ રાજપુત (ઉ.વ.૩૧) નામના શ્રમિકે કોઈ કારણોસર ગત તા.૮ ના રોજ લેબર કવાર્ટરના બીજા માળે ખુણા ઉપરની છેલ્લી ઓરડીમાં પંખા સફેદ પનીયુ બાંધી ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. મોરબી તાલુકા પોલીસે મૃતકની ડેડબોડીને પીએમ અર્થે ખસેડી બનાવ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!