મોરબીના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ત્રીજા માળેથી પડી જતાં યુવાનનું મોત
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના પ્રધાનમંત્રી આવસ યોજનાના મકાનમાં રહેતા કરણભાઈ પુનાભાઈ ગોસ્વામી (ઉ.વ.૩૨) કોઈ કારણોસર આવાસ યોજનાના ત્રીજા માળેથી નીચે પડતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
મોરબીના વીસીપરામાં શાંતિવન સોસાયટીમાં અગમ્ય કારણોસર આધેડનું મોત
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના વિસીપરામાં આવેલ શાંતિવન સોસાયટીમાં રહેતા જયંતીભાઈ કરશનભાઈ ભલગામા (ઉ.વ.૪૨)નું કોઈ કારણોસર મૃત્યુ થતા તેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.