Sunday, November 17, 2024
HomeGujaratમોરબી અને ટંકારા તાલુકામાં ગઈકાલે આપઘાતના બે બનાવો નોંધાયા

મોરબી અને ટંકારા તાલુકામાં ગઈકાલે આપઘાતના બે બનાવો નોંધાયા

મોરબીમાં આપઘાતના બનાવોમાં સતત ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. ત્યારે ગઈકાલે બે સ્થળોએથી આપઘાતના બનાવો સામે આવ્યા છે. જેમાં એક પરણિતાએ પતિનાં મોતનો આઘાત લાગેલ હોય જે સહન ન કરી શકતા પોતે ઝેરી દવા પી મોતને વહાલું કર્યું હતું. જયારે બીજા બનાવમાં યુવતીએ અગમ્ય કરણોસર ગળેફાંસો ખાઈ જતા તેનું મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવમાં, મોરબીનાં નવા મકનસર ખાતે રહેતા રાધાબેન પ્રવિણભાઇ ઝંઝવાડીયા નામના પરણિતાના પતિ પ્રવિણભાઇનું ગત તા. ૦૭/૦૧/૨૦૨૪ ના રોજ કેન્સરની બિમારીના કારણે મોત નીપજ્યું હતું. ત્યારથી રાધાબેન ઉંડા માનસિક આઘાતમા સરી પડેલ હોય અને પોતે પોતાના પતિના મોતનો આઘાત સહન નહી કરી શકતા પોતે પોતાની જાતે પોતાના ઘરે કોઇ ઝેરી દવા પી જતા તેમને તાત્કાલિક સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.

બીજા બનાવમાં, ટંકારાનાં અરવીંદઆર્ક ઇલેકટ્રોનીક કારખાનામા લેબર કવાટર્સમા બાની વાડી સામે વીરપર ખાતે રહેતા રીન્કુબેન રાયસીંગ કોચરા નામના પરણિતાએ ગઈકાલે અરવીંદઆર્ક ઇલેકટ્રોનીક કારખાનામા લેબર કવાટર્સમા પોતાની જાતે પંખા વડે પોતાની ચુંદડી થી ગળેફાંસો ખાઇ લેતા તેને તાત્કાલિક સારવાર અર્થે ટંકારા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરે પરણિતાને મૃત જાહેર કરી સમગ્ર મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી. ત્યારે ઉલ્લેખનીય છે કે, મહિલાના એક વર્ષ પૂર્વે જ લગ્ન થયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!