Saturday, April 20, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં અપમૃત્યુનાં બે બનાવો

મોરબી જિલ્લામાં અપમૃત્યુનાં બે બનાવો

હળવદ : સુખપર ગામે કેનાલમાં ન્હાવા પડેલા યુવાનનું ડૂબી જતા મોત

- Advertisement -
- Advertisement -

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર રાજસ્થાનના બાડમેર જીલ્લાના વતની ભાનારામ રાવતારામ ચૌધરી (ઉ.વ.૨૭) નામનો યુવાન સુખપર ગામે રામદેવ હોટલ પાછળ કેનાલમાં ન્હાવા પડતા અકસ્માતે ડૂબી જતા તેનું મોત નિપજ્યું હતું. બનાવને પગલે હળવદ પોલીસે યુવાનનાં મૃતદેહને પીએમ અર્થે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી બનાવની નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી : કારખાનામાં પતરા લગાવતી વખતે ઈલેક્ટ્રિક શોક લાગતાં યુવાનનું સારવાર દરમ્યાન મોત

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતાં રવિભાઈ લક્ષ્મણભાઈ સિરોયા (ઉ.વ.૨૨) નામનો યુવાન ગત તા. ૦૮ ના રોજ ત્રાજપર ચોકડી નજીક ગેલેક્ષી ડમ્પર કારખાનામાં પતરા લગાવતો હોય ત્યારે ઇલેક્ટ્રિક વાયરથી ઇલેક્ટ્રિક શોક લાગતા દાજી જતા તેને પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ અને બાદમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમ્યાન ગઈકાલે યુવાનનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!