Saturday, January 11, 2025
HomeGujaratમોરબી શહેરમાં બે અલગ અલગ સ્થળોએ સગીરા સહીત બે ના ગળેફાસો ખાઈ...

મોરબી શહેરમાં બે અલગ અલગ સ્થળોએ સગીરા સહીત બે ના ગળેફાસો ખાઈ આપઘાત

મોરબી શહેરમાં ગઈકાલે અપમૃત્યુના અલગ અલગ સ્થળોએ બનેલ બે બનાવમાં એક ૧૪ વર્ષીય સગીરા સહીત બે વ્યક્તિએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યાની ઘટના બનવા પામી હતી. ત્યારે મોરબી સીટી પોલીસે બંને અપમૃત્યુના બનાવમાં અ.મોત રજી.કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

અપમૃત્યુના પ્રથમ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ગોકુલનગર શેરી નં.૨૦માં રહેતી ૧૪ વર્ષીય વૈશાલી કીરીટભાઇ ગોવીંદભાઇ ભોજવીયાએ કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે પોતાની જાતે પંખામા ચુંદળી બાંધી, ચુંદળી વડે ગળેફાસો ખાઇ જતા તેનું મૃત્યુ નિપજતા એ ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.

જયારે અપમૃત્યના બીજા બનાવમાં મોરબી શહેરના શનાળા રોડ ઉપર લાઈન્સનગર શેરી નં. ૩માં રહેતા વિશાલભાઇ પરસોતમભાઇ ઇંદરીયા ઉવ.૩૬એ પોતાના ઘરે પોતાની જાતે કોઇ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જતા જેને સારવાર અર્થે ૧૦૮ એમબ્યુલન્સમાં મોરબી સીવીલ હોસ્પિટલ ખાતે લાવતા જ્યાં ફરજ પર હાજર ડોકટરે જોઇ તપાસી મરણ ગયેલાનું જાહેર કરતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અપમૃત્યુ અંગેની પોલીસ ચોપડે નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!