મોરબી પોલીસ દ્વારા અવાર નવાર વાહન ચાલકોને ટ્રાફિક અને વાહન ચલાવવાના નિયમો પ્રત્યે જાગૃતિ લાવવા પ્રયાસો હાથ ધરવામાં આવતા હોય છે તેમજ દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે છતાં પણ મોટાભાગના વાહનચાલકો માં જાગૃતિ નો અભાવ જોવા મળી થયો છે.
જેમાં મોરબીના રાજપર રોડ પર બોલેરો નં.GJ 12 AT 4868 ના ચાલકે સાઈડ સિગ્નલ કે હાથ નો ઈશારો કરતા વગર અચનાક વણાંક વાળી લેતા બાજુમાંથી ઓવર ટેક કરતા બાઈકને હડફેટે લિધુંહતું જેને કારણે બાઇકમાં સવાર વીરજીભાઈ વશરામભાઈ જીવાણીને અને ગીતાબેન ને ઈજાઓ પહોંચી હતી જેથી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.