બનાવની વિગત મુજબ ગત તા ૨૦ ના રોજ મોરબીના સામા કાંઠે આવેલ સર્કિટ હાઉસ નજીક મોટરસાઇકલ નં જીજે ૧૩ પી ૦૫૦૦ અને એક્ટિવા નં. જીજે ૦૩ એચએસ ૬૭૫૦ વચ્ચે અકસ્માત થતા એક્ટિવામાં સવાર ચંદ્રકિશોરભાઈ સોલંકી (રહે. ગૌતમ નગર મેઈન રોડ.ગંધિગ્રામ રાજકોટ) અને તેમની પત્નીને ઈજાઓ પહોંચી હતી જેમાં ચંદ્રકિશોરભાઈને માથામાં બન્ને તરફ હેમરેજ જેવી ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમના પત્નીને મૂંઢ ઈજાઓ પહોંચી હતી જેથી બન્ને હાલ સારવાર હેઠળ છે આ અકસ્માત સર્જી બાઇક ચાલક નાસી છૂટ્યો હતો જેથી ઈજાગ્રસ્ત ના પુત્ર જયદીપભાઈ ચંદ્રકિશોરભાઈ સોલંકી દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના ફરિયાદ નોંધવાઈ છે.