મકરસંક્રાતિ તહેવારની ઉજવણી અનુસંધાને લોકોમાં પતંગ ચગાવવા માટે ચાઇનિઝ દોરીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે પરંતુ આ દોરીથી લોકો તથા પશુ/પ્રાણીઓને જીવલેણ ઇજા થતી હોય જેથી આ બાબતે જીલ્લા મેજીસ્ટ્રેટ દ્રારા એક જાહેરનામું બહાર પાડી આવા ચાઇનિઝ દોરા, લોન્ચર, તુકકલ(બલુન), લેટર્ન (ફાનસ), પાકા સિન્થેટીક મટીરીયલ વિગેરેના ઉપયોગ પર પ્રતિબંધ જાહેર કરવામાં આવેલ છે.
જે અનુસંધાને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી એ ચાઇનીઝ દોરી વિગેરેનું વેચાણ કરનાર ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે મુજબની કામગીરી કરતા દરમિયાન મોરબી અને હળવદમાં બે ઈસમો ને ચાઇનીઝ દોરી સાથે ઝડપી લેવામાં આવ્યા છે જેમાં મોરબીના પુનમકેસેટ પાસે ફેન્સી પતંગના સ્ટોલ નામના ગોડાઉન અંદર રિયાઝઅહેમદ હુસેનભાઇ કલાડીયા નામનાં આરોપીએ પ્રતિબંધીત ચાઇનીઝ ફીરકી નંગ.-૫ કિંમત રૂ.૨૫૦૦/- વેંચાણ કરવાના ઇરાદે પોતાના ફેન્સી પતંગ નામના ગોડાઉનમા રાખી મળી આવતા મોરબી સિટી એ ડિવિઝન પોલીસે આરોપી વિરૂદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.
જ્યારે હળવદમાં મોરબી એલ.સી.બી.ટીમે હળવદ રાણેકપર રોડ પર આવેલ સહજાનંદ નગર માં રહેતા ચેતન ગેલાભાઈ સારલા,ઉ.૨૨ ને રહેણાંક ના મકાનમાંથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરી નંગ ૨૪, કીમત રૂપીયા ૪૮૦૦ સાથે પકડી પાડી હળવદ પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.