મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના ઢુંવા ચોકડી નજીક ચલણી નોટના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમી રહેલા રણજીતભાઇ હીરાભાઇ વીંઝવાડીયા ઉવ.૨૧ રહે.ભીમગુડા તા.વાંકાનેર તથા ગોપાલભાઇ જેમાભાઇ વીંઝવાડીયા ઉવ.૧૯ રહે.ઓળ તા.વાંકાનેરવાળાને તાલુકા પોલીસ ટીમે રંગેહાથ પકડી લીધેલ હતા. ત્યારે પોલીસે બંને આરોપીઓ પાસેથી રોકડા રૂ.૭૫૦/- કબ્જે લઈને બંને આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.