Saturday, January 11, 2025
HomeGujaratમોરબી જિલ્લામાં જુદા જુદા વાહન અકસ્માતના બનાવમાં બે ના મોત બે ઇજાગ્રસ્ત

મોરબી જિલ્લામાં જુદા જુદા વાહન અકસ્માતના બનાવમાં બે ના મોત બે ઇજાગ્રસ્ત

મોરબી જિલ્લાના જુદા જુદા ત્રણ વાહન અકસ્માતના બનાવમાં બે લોકોના મોત જ્યારે બે ઈજાગ્રસ્ત થયા છે.

- Advertisement -
- Advertisement -

જેમાં સુરેશભાઇ વિક્રમસીંગ યાદવ( ઉ.વ.૪૫ ધંધો વેપાર રહે.મકનસર ગોકુલનગર નકલંક પાર્ક સોસાયટી તા.જી.મોરબી મુળ ગામ બારાગામ તા.જમનીયા તા.ગાજીપુર ઉતરપ્રદેશ) એ ફરિયાદ નોંધાવી છે કે તેમના મોટાભાઇ સુરેન્દ્રસીગ વિક્રમસીંગ યાદવ (ઉ.વ.૬૦ રહે.લાલપર તા.જી.મોરબી વાળા) પોતાનુ જયુપીટર મોટરસાઇકલ રજી નં જીજે-૩૬-એબી-૧૩૯૦ લઇ ઢુવા થી વાંકાનેર તેમની બી.એસ.એન.એલ ઓફીસ જતા હતા તે દરમિયાન સાંજના પાંચ વાગ્યા આસપાસ વઘાસિયા ટોલનાકા પાસે મિટી કુલ કારખાના નજીક જીજે-૩૬-ટી-૩૧૪૫ નમ્બરમાં ડમ્પર ચાલકે પુરઝડપે ગફલતભરી રીતે મનુષ્યની જીંદગી જોખમાઇ તે રીતે ડમ્પર ચલાવી ચલાવી ફરીયાદી ના મોટાભાઇના મોટરસાઇકલને પાછળથી હડફેટેલેતા મોટરસાઇકલ ચાલક સુરેન્દ્રસીંગ યાદવને માથાના ભાગે હેમરેઝ, ડાબા પગે, સાથળના ભાગે તથા ડાબા હાથે ગંભીર ઈજાઓ થતા મોત નીપજ્યું હતું.વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ફરિયાદ નોંધી ડમ્પર ચાલકને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરાઈ છે.

જ્યારે બીજા બનાવની વિગત મુજબ હળવદના દેવળીયા ગામે રહેતા અને ખેતીકામ કરતા ડાહ્યાભાઈ મોહનભાઇ રાજપરા( ઉ.વ.૬૦) વાળા પોતાની પત્ની સાથે હોન્ડા મો.સા નંબર જીજે-૩૬-આર-૪૮૯૧ માં જઈ રહ્યા હતા ત્યારે દેવળીયા ના પાટિયા પાસે રીનોલ્ટ કવિડ કાર નં.જીજે-૦૧-આરએસ-૩૪૦૯ વાળાએ પાછળથી હડફેટે લેતાં અકસ્માત મોટરસાઇકલ ચાલક ડાહ્યાભાઈ તથા તેમના પત્ની ભગવતી બેન ફંગોળાઈ ગયા હતા જેથી ચાલક ડાહ્યાભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમના પત્ની ભગવતીબેન ને માથાના પાછળના ભાગે તથા હાથે પગે ગંભીર ઈજાઓ થતા તેઓનું મોત નીપજ્યું હતું જેથી હળવદ પોલીસ દ્વારા બનાવની ફરિયાદ નોંધી કારચાલકને ઝડપી લેવા સહિતની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જ્યારે અકસ્માતના ત્રીજા બનાવની વિગત મુજબ જીતેન્દ્રભાઇ હમીરભાઇ સોલંકી (ઉ.વ.૩૯ ધંધો કડીયાકામ રહે. વિરવાવ આંબેડકર નગર તા.ટંકારા જી.મોરબી) એ જીજે-૧૦-બીજી-૭૭૯૭ નંબરની ઇનોવા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી કાર ચાલકએ પોતાની ઇનોવા કાર રજી નં-જીજે-૧૦-બીજી-૭૭૯૭ બેફામ રીતે ચલાવી ફરિયાદી યુવાનને હડફેટે લઈ હાથે પગે અને માથામા મુંઢ તથા જમાણા પગના પોચામા ફ્રેક્ચર જેવી ઈજાઓ પહોચાડી હતી જેથી ટંકારા પોલીસ દ્વારા ઇનોવા કારચાલક ને ઝડપી પાડવા સહિતની કાર્યવહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!