Saturday, October 24, 2026
HomeGujaratહળવદ અને વાંકાનેરમાં દારૂની બે રેઇડ: એક ઝડપાયો, એક ફરાર

હળવદ અને વાંકાનેરમાં દારૂની બે રેઇડ: એક ઝડપાયો, એક ફરાર

હળવદમાં ચાર બિયર ટીન સાથે એક શખ્સ પકડાયો, વાંકાનેરની ઓફિસમાંથી વિદેશી દારૂની ૧૧ બોટલ મળી આવી.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લામાં હળવદ અને વાંકાનેરમાં પોલીસે અલગ-અલગ કાર્યવાહી કરી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો કબજે કર્યો હતો. હળવદમાં રૂ.૪૨૦ની કિંમતનાં ચાર બિયર ટીન સાથે એક શખ્સ ઝડપાયો હતો, જ્યારે વાંકાનેરમાં ઓફિસમાંથી રૂ.૬,૨૧૫/-ની કિંમતની વિદેશી દારૂની ૧૧ બોટલ મળી આવી હતી. વાંકાનેરમાં રેઇડ દરમિયાન આરોપી હાજર ન મળતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

પ્રથમ કાર્યવાહી અંગે પ્રાપ્ત વિગત મુજબ, હળવદ-ધ્રાંગધ્રા હાઇવેના ત્રણ રસ્તા પાસે પેટ્રોલિંગ દરમિયાન શંકાના આધારે પોલીસે એક શખ્સને રોકીને તપાસ કરતાં તેની પાસેથી કિંગફિશર બિયરના ચાર ટીન કિ.રૂ.૪૨૦/- મળી આવ્યા હતા. જેથી તુરંત આરોપી ખાખરેચી ગામ તા.માળીયા(મી)ના ઘનશ્યામભાઈ ઉર્ફે ઘમો કેશુભાઈ ધંધાણીયા ઉવ.૪૨ને હળવદ પોલીસે ઝડપી લીધો હતો.

વિદેશી દારૂની બીજી કાર્યવાહીમાં વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસે આવેલી ભગીરથસિંહ જાડેજાની આશાપુરા એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં પોલીસે બાતમીના આધારે તપાસ કરતાં ૮પીએમ વ્હિસ્કીની ૭૫૦મિલી.ની ૧૧ બોટલ કિ.રૂ.૬,૨૧૫/- મળી આવી હતી, ત્યારે રેઇડ દરમિયાન આરોપી ભગીરથસિંહ રઘુવરસિંહ જાડેજા રહે.અમરનાથ સોસાયટી વાંકાનેર વાળો હાજર ન મળતાં પોલીસે તેને ફરાર દર્શાવી તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!